Billboard ad 1150*250

મોરબી એ.સો.જી.ટીમે ચાઈનાના ૪૨ મોબાઈલ પકડ્યા

0 752

આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી એસ.ઓ.જી.પો.સબ.ઈન્સ. આર.ટી.વ્યાસની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચરાવડા ગામે મેઇન બજાર રામજી મંદીર પાસે આવેલ ભકિત મોબાઇલ નામની દુકાન ચેક કરતા દુકાન માલિક પ્રહલાદભાઇ હીરજીભાઇ સોનાગ્રા જાતે સતવારા ઉવ.૨૮ ધંધો વેપાર રહે.ચરાવડા નવા પ્લોટ તા.હળવદ જી.મોરબી વાળો પોતાની કબજા ભોગવટાની દુકાનમાં બીલ વગરના ચાઇના બનાવટના મોબાઇલ નંગ.૪ર કિ.રૂ.૨૮૮૭૦/- ના વેચાણ કરતા મળી આવતા શકપડતી મિલકત હોવાનુ જણાતા મોબાઇલ કબજે કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છેં.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat