


મોરબી જીલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કે.ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે માળિયા અને ટંકારામાં જળ હોનારતની સ્થિતિમાં ખેડૂતોની જમીન ધોવાણ તેમજ પાક નિષ્ફળ ગયેલ છે તે ઉપરાંત અનેક લોકોએ ઘર વખરી, મકાન, ઢોર ગુમાવ્યા છે જેથી આ વિસ્તારના લોકોને ઘર વખરી, મકાન, માલઢોરની નુકશાની ઉપરાંત ખેતીની જમીન ધોવાણ અને પાક નુકશાની થયેલ છે તે માટે ખેડૂતોને એક વર્ષનો પાક વીમો તાત્કાલિક આપવો જોઈએ તેમજ આ વિસ્તારના લોકોને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા સરકાર રાહત પેકેજ જાહેર કરી રાહત આપે તેવી માંગ કરવામાં આવી છે.