જીલ્લા આરોગ્ય ખાતા દ્વારા મોરબીમાં વિવિધ સ્થળે સ્વાઈન ફલુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ આવતીકાલથી શરુ કરાશે.

મોરબી જીલ્લા પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગ મોરબી,આયુર્વેદ વિભાગ,લાયન્સ કલબ અને વૈધશાળાના સયુક્ત ઉપક્રમે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી સીટી અને ગ્રામ્ય પંથકના વિવિધ વિસ્તાર જેવા કે નગર દરવાજા,જેલ રોડ,નવા બસ સ્ટેન્ડ,જુના બસ સ્ટેન્ડ અને ઉમિયા સર્કલએ સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળા વિતરણ તેમજ ઉકાળા માટેના પેકેટનું વિતરણ આવતીકાલથી શરુ કરવામાં આવશે.મોરબીની જનતાને બહોળા પ્રમાણમાં લાભ લેવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.ઉપરાંત સ્વાઈન ફલુ માટે હોમ ટુ હોમ સર્વે હાલમાં મોરબી જીલ્લામાં ચાલુ છે  અને સ્વાઈન ફ્લુનાં અટકાયતી પગલાની જાણકારી આપતા સ્ટીકર છપાવીને મોરબી સીટી તથા ગ્રામ્ય લેવલે જાહેર જગ્યાએ લગાવવમાં આવશે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat