મોરબી: ત્રાજપર ચોકડી પાસેથી સોપારીના ધંધાર્થી લાપતા

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી પોતાના ઘર નજીકથી સોપારીના ધંધાર્થી લાપતા થયાની વિગતો સામે આવી છે. જ્યાં યુવકની પત્નીએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસમાં ગુમશુદા થયાની ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરિયાદી ર્નિવીશાબેન પરસાણીયાએ જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાછળ લક્ષમીનારાયણ સોસાયટી વ્રજ ટાવર બ્લોક નં- ૩૦૧માં રહેતા   તેમના પતિ અલ્પેશભાઇ  તા-૧૧/૦૬/૨૦૨૨ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં કોઇને કહયા વગર ધરેથી નીકળી ગયા હતા. જે હજુ સુધી ગ્રહે આવ્યા નથી. હાલ મોરબી સીટી બી ડિવીઝન પોલીસે આ ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે, આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે.પરમાર તપાસનો ધમધમાટ ચાલવી રહ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat