મોરબી: કરણી સેનાના પ્રદેશ મંત્રી પદે પી.એમ.જાડેજાની વરણી


મોરબી જિલ્લામાં કરણી સેનાના પ્રદેશ મંત્રી પદે પી.એમ.જાડેજાની હાલ વરણી કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં રાજપૂત કરણી સેનાના પ્રદેશ મંત્રી તરીકે પી.એમ.જાડેજાની એક વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે. આ તકે કરણી સેનાના અધ્યક્ષ અને સ્થાપક જે.પી.જાડેજાએ તેમને જણાવ્યું હતું કે, પી.એમ.જાડેજા કરણી સેના ગુજરાતની જવાબદારીઓને ખુબ સારી રીતે નિભાવશે અને કરણી સેના-ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યમાં તેઓ સંપૂર્ણ યોગદાન આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.