મોરબી અને ખરેડામાં પાટીદાર સમાજના ગદારોના પુતળા દહન .જુઓ વિડીયો..

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના પરધમ વાગી રહ્યા છે અને સતારંજના ખેલની  જેમ રાજકીય પક્ષો દ્વારા એક પછી એક પન્ના ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે પાસ સમિતિના કન્વીનરો વરુણ પટેલ અને રેશમા પટેલ બંને અચાનક ભાજપમાં જોડાતા રાજકારણ ફરી ગરમાયું છે.વરુણ પટેલ અને રેશમા પટેલ ભાજપમાં જોડતા પાટીદાર સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોદ્ધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવી રહ્યા છે.મોરબી જીલ્લા પાસ સમિતિ દ્વારા આજ રોજ મોરબીમાં પાટીદારોનો ગઢ કહેવાતા એવા સુપર માર્કેટ વિસ્તારમાં વરુણ પટેલ અને રેશમા પટેલનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને ભાજપ હાય હાય તથા પાટીદાર સમાજના ગાદ્દારો હાય હાયના નારા લાગાવાવ્માં આવ્યા હતા.આ તકે મોરબી જીલ્લા પાસ સમિતિના આગેવાન મનોજ કાલરીયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ જો કોઈ આ રીતે પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરશે તો પુતળા સાથે તેન શરીર પણ જાળવવામાં આવશે.તેમજ જયારે બીજી બાજુ મોરબીના ખરેડા ગામે પણ વરુણ પટેલ અને રેશમા પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રેશમા અને વરુણ પટેલ પાટીદાર સમાજના દ્રોહીના એવા નારા લગાવવામાં આવ્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat