


મોરબીના રવાપર રોડ પરની સોસાયટીમાં રહેતા વૃદ્ધે એપાર્ટમેન્ટના સાતમાં માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે વૃદ્ધ બીમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મોરબીના રવાપર નજીક આવેલ બોનીપાર્ક વિસ્તારના રહેવાસી નાનજીભાઈ ધરમશીભાઈ કૈલા ગત મોડી રાત્રીના સમયે પોતાના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી આયખું ટુંકાવ્યું છે મૃતક વૃદ્ધને શ્વાસની બીમારી હોય જેનાથી કંટાળી જઈને આ પગલું ભર્યું હોવાની માહિતી પોલીસના આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે