મોરબી: હથિયાર બંધીમાં જાહેરનામાનો ભંગ, છરી સાથે એક ઈસમ ઝડપાયો  

મોરબીદમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે તાજેતરમાં મોરબીમાં છરી સાથે એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ કાલીકા પ્લોટ રાવળદેવના મંઢ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો ધનજીભાઈ મેર ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપીના કબ્જામાં પ્લા.ના હાથાવાળી સ્ટેનલેસ સ્ટીલની છરી મળીઆવી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ.,૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat