Billboard ad 1150*250

મોરબી : વોર્ડ નં ૧૧ માં બંધ સ્ટ્રીટ લાઈટ મામલે તંત્રને રજૂઆત

0 69
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીના વોર્ડ નં ૧૧ વિસ્તારમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હોય જેથી લત્તાવાસીઓની સમસ્યાને ધ્યાને લઈને આ વિસ્તારના મહિલા સદસ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

        મોરબી વોર્ડ નં ૧૧ ના મહિલા સદસ્ય કુસુમબેન કરમશીભાઈ પરમારે ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે જે અંગે અનેક વખત લેખિત ફરિયાદો લત્તાવાસીઓએ કરી છે છતાં પ્રશ્નનો નિકાલ થયો નથી તંત્ર અને કોન્ટ્રાકટરની મિલીભગતને પગલે લત્તાવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને લાઈટો બંધ હોવા છતાં કોન્ટ્રાકટરને પેમેન્ટ ચૂકવાય છે જેથી પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે તે ઉપરાંત અંધકારને પગલે વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી બંધ લાઈટો અંગે તાકીદે યોગ્ય પગલા ભરવા અને બંધ લાઈટો અંગે કામગીરીની તપાસ કરાવી કોન્ટ્રાકટરને પેમેન્ટ ના ચુકવવા માટે યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat