



મોરબી પંથકમાં અવારનવાર અકસ્માતના બનાવો સર્જાતા રહે છે જેમાં મોરબી માળિયા હાઈવે પાર ગાળા નજીક વાહનચાલકે રાહદારી યુવાનને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાળા ગામ નજીકના રહેવાસી યુવાન ગત રાત્રીના પગપાળા જઈ રહ્યા હોય ત્યારે પેસેન્જર વાહન નં જીજે ૧૨ એવાય ૫૫૪૧ ના ચાલકે તેને ઠોકર મારતા રાહદારી યુવાન મોહમદ હુશેન શેખ નામના યુવાનનું મોત થયું છે અને ચાલક નાસી ગયો હોય જે મામલે મૃતકના ભાઈની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે



