Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : અમુલ દુધની ગાડી પલટી મારી ગયા બાદ ડિવાઈડર પર ચડી ગઈ….

મોરબી પંથકમાં અનેક અકસ્માતો સર્જાતા હોય છે બેફામ ગતિએ દોડતા ભારે વાહનોના સ્ટીયરીંગ પરથી ચાલક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાતા હોય છે જેમાં આજે સવારના સુમારે અમુલ દૂધની ગાડી જીઆઈડીસી નજીક પલટી મારી ગયા બાદ ડીવાઈડર પર ચડી ગઈ હતી.

મોરબીના શનાળા રોડ પર આવેલા જીઆઈડીસી નજીક વહેલી સવારે અમુલ દુધની ગાડી પલટી મારી ગઈ હતી અને ગાડી પલટી મારી ગયા બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને રોડની બંને સાઈડ ગાડી પડેલી જોવા મળી હતી જોકે અકસ્માતમાં કોઈ જાનહાની કે અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી પરંતુ બેફામ સ્પીડે દોડતા લોડેડ વાહનો અકસ્માત સર્જતા હોય છે જેથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Comments
Loading...
WhatsApp chat