

મોરબી જિલ્લામાં સવારથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી પંથકમાં અને આસપાસના ગામોમાં પાણી ભરવાના દ્રસ્ય જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી નજીક આવેલ આમરણ ગામ પાસે ફાટસર જવાના રસ્તે પાણીમાં 2 વ્યક્તિ ફસાયા હતા.મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી બંન્ને વ્યક્તિને બહાર કાઢ્યા હતા.