

મોરબી શહેરની આંબાવાડી તાલુકા શાળાના આચાર્ય મંજુલાબેન અમૃતલાલ ઠોરીયાનો વિદાય સમારોહ તાજેતરમાં સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો તેમની આચાર્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરીની સર્વે સ્ટાફ તથા પેટા શાળાના આચાર્ય દ્વારા નોંધ લેવામાં આવી હતી અને ઉમદા કામગીરીને આ તકે બિરદાવી હતી
આંબાવાડી તાલુકા શાળાના આચાર્ય મંજુલાબેન અમૃતલાલ ઠોરીયાના નિવૃત્તિ વિદાય સમારોહમાં તમામ શાળાના આચાર્ય તેમજ બીઆરસી કો ઓર્ડીનેટર કાવર, સોસાયટીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમની શાળાના શિક્ષક રાજુભાઈ, અલ્પેશભાઈ અને કેતનાબેન ભટ્ટ સહિતનાઓ વિદાય સમારોહમાં લાગણીવશ થયા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ગીરીશભાઈ કલોલાએ કર્યું હતું
નિવૃત્તિ લેનાર મહિલા આચાર્યએ પોતાના કાર્યકાળ દરમિયાન શાળામાં વૃક્ષારોપણ, સ્કૂલ સુશોભન અને શાળા વિકાસ પર પુરતું ધ્યાન આપ્યું હતું તો તેમના નિવૃત્તિ સમારોહમાં શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભાવવિભોર બન્યા હતા