મોરબી થી અંબાજી પદયાત્રા સંઘ તા.૨૫ ના રોજ રવાના થશે

શ્રી અંબિકા પદયાત્રા સંઘ વર્ષ ૧૯૯૯ થી કાર્યરત છે જેમાં દર વર્ષે મોરબીથી અંબાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે સતત ૧૯ માં વર્ષે. મોરબીથી અંબાજી સુધી ૧૫૦ પદયાત્રીઓ જોડાશે જે સંઘ તા. ૨૫ ના રોજ રવાના થશે. અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા, રથના આયોજક દિલીપભાઈ સોની, તેમજ કૈલાશભાઈ, રસોડાના આયોજક હિતેશભાઈ આનંદભાઈ, ચુનીભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. સંઘમાં મેડીકલથી લઈને ખાવા પીવાની સુવિધા સાથે આ રથ બાવન ગજની ધજા અને રથના શણગાર સાથે તા. ૨૫ ના રોજ પ્રસ્થાન થશે.

Comments
Loading...
WhatsApp chat