



સોમવાર હોવાથી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભકતો ભોલેનાથને રીઝવવા માટે જલાભિષેક અને દુગ્ધાભિષેક કરવા શિવાલયોમાં પહોંચ્યા હતા ત્યારે આજે સામાકાંઠેના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે હિમાલય દર્શનનું સુંદર આયોજન કરાયું હતું. હિમાલય પર્વતમાં બિરાજમાન ભગવાન શિવના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.

