


આમરણ ગામની એક યુવતી સાથે એક શખ્શે લગ્નની લાલચે અનેક વખત દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી હતી જોકે બાદમાં લગ્નનો ઇનકાર કરી દેવતા યુવતીએ એસીડ પી લીધું હતું અને તાલુકા પોલીસે દુષ્કર્મ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામની એક યુવતીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે એકાદ વર્ષ પહેલાના સમયગાળા દરમિયાન આરોપી ધીરૂ અલા પરમાર રહે. ધૂળકોટ વાળો યુવતીને ફોર વ્હીલ કારમાં અલગ અલગ જગ્યાએ લઇ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને તેણે ત્રણથી ચાર વખત ગર્ભ રહી જતા તેણે ગર્ભ દુર કરવાની ગોળીઓ આપી ગોળીઓ પીને ગર્ભ દુર કર્યો હતો
બાદમાં આરોપી સાથે લગ્નનું કહેતા લગ્ન કરવાની ના પાડી હતી જેને પગલે યુવતીએ ગત તા. ૨૦ ના રોજ એસીડ પી ગઈ હતી અને તેણે રાજકોટ સારવાર અપાયા બાદ યુવતીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

