પ્રદુષણની વ્યાપક ફરિયાદો બાદ તંત્રમાં દોડધામ, સેમ્પલ લેવાયા

તંત્ર આળસ ખંખેરી એક્શન મોડમાં આવ્યું ખરું !

પીપળી ગામ પાસે વારંવાર સિરામિક કદડો ખેત તલાવડામાં ફેંકવામાં આવતો હોવાથી ગામના ખેડૂતો તથા જમીનોને ખુબ નુકશાની થાય છે. જેથી ગ્રામજનોએ જાગૃતિ દાખવીને આવા ટેન્કર ઝડપી લેવાનું બીડું ઉપાડ્યા બાદ એક ટેન્કર દ્વારા આ કદડો ખેત તલાવડામાં ઠલવાયો હોવાનું ધ્યાનમાં આવતા ગામના સરપંચ પ્રવીણસિંહ તથા ઉપસરપંચ રોહિતભાઈ સહીતના ગ્રામજનોએ વોચ ગોઠવી હતી. તેવામાં બપોરના ૨ વાગ્યા આસપાસ સફેદ કદડો ઠાલવી રહેલું ટેન્કર (જીજે ૧૨ એક્સ ૦૨૧૫) ઝડપાઈ ગયું હતું. ગ્રામજનોએ આ અંગે ટેન્કર ચાલકની પૂછપરછ કરતા એફિલ વીટ્રીફાઈડ નામના કારખાનાનું ટેન્કર વીટ્રીફાઈડ ટાઈલ્સ ફેકટરીમાંથી નીકળતો કદડો ઠાલવવા આવ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું જે મામલે પ્રદુષણ બોર્ડને ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવાની તસ્દી લીધી ના હતી જોકે ગ્રામજનોના પ્રશ્નોને વાચા આપવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ આખરે તંત્રને તેની જવાબદારીનું ભાન થયું હતું આજે પ્રદુષણ બોર્ડના અધિકારીઓએ એફિલ સિરામિક એકમની તેમજ ગામની આસપાસના સ્થળની જાત તપાસ કરી હતી જેમાં ફેંકવામાં આવેલું દુષિત પાણી તેમજ પ્રદુષણ ફેલાવતા કદડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવશે અને રીપોર્ટ આવ્યા બાદ જવાબદાર સિરામિક એકમ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સુત્રેજાએ જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat