

મોરબી નજીક વાહનની ટક્કર થવા પામી હતી જેમાં ટ્રક રીવર્સ લેતી વેળાએ ક્રેન સાથે અથડાતા થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મારામારીમાં બનાવ પલટાયો હતો જેમાં એકને ઈજા પહોંચી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા ગામના રહેવાસી પ્રકાશ મનસુખભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મગન બોરીચા પોતાનો ટ્રક રીવર્સ લેતો હોય જે દરમિયાન તેનો ટ્રક ફરિયાદીની ક્રેન સાથે અથડાયો હતો જેથી બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાય ગયેલા આરોપી મગન બોરીચા રહે. વિદ્યુતનગર મોરબી વાળાએ ફરિયાદી યુવાનને જોરદાર બચકું ભરી લેતા તેની આંગળી કાપી નાખી હતી અને યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.