


મોરબી જીલ્લાના અધિક કલેકટર તરીકે કાર્યરત કેતનભાઈ જોષીનો આજે જન્મદિવસ છે ત્યારે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
મોરબી તાલુકામાં ટીડીઓ તરીકે કારકિર્દી શરુ કરનાર કેતનભાઈ જોષીએ ટીડીઓ તરીકે સેવાઓ આપ્યા બાદ બદલી પામ્યા હતા અને ફરીથી મોરબીમાં ડેપ્યુટી કલેકટર તરીકે પોસ્ટીંગ થતા પ્રાંત અધિકારી તરીકે તેમણે કાબિલે દાદ કામગીરી કરી હોય અને તેમની કર્તવ્યનિષ્ઠાને પગલે પ્રમોશન મેળવી તેઓ હાલ મોરબીના અધિક કલેકટર તરીકે સેવા આપી રહ્યા છે
લોકોના પ્રશ્નો ઉકેલવા સતત કાર્યરત કેતનભાઈ જોષી પોતાના સૌમ્ય અને મિલનસાર સ્વભાવને કારણે નાગરિકોમાં પણ સારી લોકચાહના ધરાવે છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે જીલ્લાના અધિકારીઓ, કર્મચારીગણ, તેમનો પરિવાર-મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે