


પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબી ઓમ પાર્ટી પ્લોટમાં વાસ્તુ હિલ એપાર્ટમેન્ટ રવાપર રોડ પર રહેતા વીરેન્દ્ર શાંતિલાલ ગામીએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે મનોજભાઈ ગામી પોતાનું મોટર સાઈકલ જીજે ૦૩ સીપી ૦૬૫૬ લઈને બેલા-પીપળી ગામ નજીક હાઇવે પર જતા હતા તે દરમિયાન ટ્રક ચાલક જીજે 12 જેડ ૦૯૭૮એ પુર ઝડપે ટ્રક ચલાવીને મનોજભાઈ ગામીને હડફેટે લઇ ગંભીર ઇંજા પહોચાડીને ટ્રક ચાલક નાસી છુટ્યો હતો અને મનોજભાઈ ગામીનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે માવજીભાઈ પાલાભાઈ ગામોત રહે-રફાળેશ્વર,શિવ મંદિર પાસેએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે પોતે હરદેવભાઈ દેવજીભાઈ ગામોત સાથે મોટર સાઈકલ જીજે ૦૩ એલએલ ૯૫૪૦ લઈને મોરબી-વાંકાનેર હાઇવે પર સરતાન પર ચોકડી સર્વિસ રોડ પર જતા હતા ત્યારે પુર ઝડપે આવેલ સ્વીફટ કાર જીજે ૩૬ ડી ૦૪૩૧ એ પાછળથી ઠોકર મારતા મોટર સાઈકલ ચાલક હરદેવભાઈ દેવજીભાઈ ગામોતનું મૃત્યું થયું હતું અને તેની સાથે રહેલ માવજીભાઈ ગામોતને ઈજા પહોચાડી હતી.

