મોરબી : બાઈક ચોરી સહિતના ગુન્હાઓને અંજામ આપનાર રીઢો ગુનેગાર ઝડપાયો

મોરબી પંથકમાં થયેલી વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા પોલીસની ટિમ કાર્યરત હોય દરમિયાન સામખિયાળી પોલીસના હાથે ઝડપાયેલ શખ્શ મોરબીમાં થયેલી બાઇકચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે

મોરબી જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટિમ ચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા કાર્યરત હોય દરમિયાન સામખિયાળી પોલીસે સુરજબારી ચેકપોસ્ટ પર આરોપી મહેશ રામુ વાઘેલા રહે. રાપર વાળા ચોરીના મોટરસાયકલ સાથે નીકળતા કાગળો માગતા રજુ નહિ કરતા આરોપીની અટક કરવામાં આવી હતી અને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવતા આરોપીએ મોરબીના શનાળા રોડ પર બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી

તેમજ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે 2014 માં મોરબી શહેરમાં મોબાઈલ દુકાનમાં તાળા તોડી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત આપી છે તેમજ ભચાઉ અને ગાંધીધામથી મોટરસાયકલ ચોરી કરી હોય જેમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ આર જે ચૌધરી તેની ટીમના આર.બી. કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, મણિલાલ ગામેતી, રણજિતસિંહ રોહડિયા, શેખભાઈ મોરી, અજીતસિંહ પરમાર, નિર્મલસિંહ જાડેજા ,ભરતભાઈ ખામ્ભરા અને શક્તિસિંહ ઝાલા સહિતના જોડાયેલા હતા

Comments
Loading...
WhatsApp chat