Billboard ad 1150*250

મોરબી : પિતરાઈ ભાઈની હત્યા કરનાર ભાઈ-કાકા ઝડપાયા, Video

0 224
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીના બાપાસીતારામ ચોક પાસે ગીફ્ટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને પિતરાઈ ભાઈ સાથે થયેલી માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવારમાં મોત થયું હતું જે બનાવ હત્યામાં પલટાયા બાદ પોલીસે બંને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને ગણતરીની કલાકોમાં બંને આરોપીને ઝડપી લેવાયા છે 

        મોરબીના શનાળા રોડ નજીક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પ્રવીણભાઈ ભીમજીભાઈ ભાલોડીયાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્ર અમિતએ આરોપી રાહુલ કિશોરભાઈ ભાલોડીયા અને કિશોરભાઈ ભાલોડીયાને બાઈકના કાગળો નવસારીથી મંગાવી દેવાનું કહેતા જે બાબતે બોલાચાલી કરી આરોપી રાહુલ ભાલોડીયા અને કિશોરભાઈ ભાલોડીયાએ અમિતને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી રાહુલ ભાલોડીયાએ તેની પાસે રહેલ છરી વડે તેના પિતરાઈભાઈ અમિતને છાતીના ભાગે તથા પેટના ભાગે ઘા મારી ફેફસાં અને કીડની તેમજ લીવરના ભાગે ગંભીર ઈજા પહોચાડયાની ફરિયાદ નોંધાઈ છે ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો અને એ ડીવીઝન પોલીસની ટીમે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે 

મોરબી : પિતરાઈ ભાઈની હત્યા કરનાર ભાઈ-કાકા ઝડપાયા, Video

મોરબીના બાપાસીતારામ ચોક પાસે ગીફ્ટ એન્ડ આર્ટીકલ્સની દુકાનમાં યુવાનને પિતરાઈ ભાઈ સાથે થયેલી માથાકૂટ બાદ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવારમાં મોત થયું હતું જે બનાવ હત્યામાં પલટાયા બાદ પોલીસે બંને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને ગણતરીની કલાકોમાં બંને આરોપીને ઝડપી લેવાયા છે

Posted by Morbi News on Tuesday, June 4, 2019
Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat