મોરબી: વાવડી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 સગાભાઇઓ ગંભીર રીતે ઘાયલ

મોરબી વાવડી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જ્યાં એક્ટિવા પર સવાર 2 સગાભાઇઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મુદ્દે ઈજાગ્રસ્ત યુવકોના પિતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરિયાદી ભીમજીભાઈ રતીલાલ પરમારે જણાવ્યું હતું કે,  વાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે આરોપીએ પોતાના હવાલા વાળી હુંડાઈ આઈ-10 કાર જેનો રજી.નં. GJ-03-J.C-8220 વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી  ભીમજીભાઈના દીકરાના એક્ટીવા રજી.નં-GJ-36-K-5650 ને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરી પછાડી દઇ  ભીમજીભાઈના દીકરા પ્રતિકને બંન્ને પગની સાથળના ભાગે ફેક્ચર કરી તથા પાછળ બેસેલ  ભીમજીભાઈના બીજા દીકરા ભાવીકને જમણા પગે સાથળમાં તથા તેજ પગે ઉપરના થાપાના સાંધામાં તથા જમણા હાથના કાંડા ઉપર તેમજ આંગળામાં ફેક્ચર કરી તથા પ્રતિક તથા ભાવીકને ઇજાઓ કરી તેમજ શરીરે મુંઢ ઈજા કરી અકસ્માત સર્જ્યો હતો.આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat