

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લાઈકો સિરામિક માં રેહતા મજુરી કરતા મૂળ મધ્યપ્રદેશના રાજેશ જગદીશ પરમાર નામના યુવાનો દીકરો આજે બપોરના સમયે ફેકટરીમાં આવેલી તેની ઓરડી પાસે રમી રહ્યો હતો ત્યારે ત્યાં આવેલ જી.જી.૩ એ.ઝેડ.૧૨૯૧ નંબરના ટ્રક ચાલક ઈશ્વરે રાજેશભાઈ ના પુત્ર સુરજ (ઉ.વ.૨) વાળાને હડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસે ગુનો નોધી ટ્રક ચાલકે ને જડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે