



સરકારી તંત્રને ખોખલું કરી ઘર ભરતા અધિકારીઓ પોલીસના હાથમાં આવ્યા છે. વિગત મુજબ ગાંધીધામ ખાતે બીએસએનએલની સબ ડિવિઝન એન્જીનીયર કચેરીમાં વર્ગ 2ના અધિકારી તરીકે ફરજ બજાવતા જગદીશ ગોપાલદાસ ભમભાની( ઉ.વ.51) અને અનિલ ચતુરલાલ નેહલાણી ( ઉ.વ. 51)એ મોબાઈલ ટાવરના કામની ફાઇલ આગળ વધારવા માટે 20 હજાર અને 10 હજારની માંગ કરી હતી. ફરિયાદીએ ટેન્ડર મુજબ કામ કરી દીધું હોવા છતાં સિક્યુરિટી ડિપોઝીટના પૈસા આપવાની ફાઇલ સરકારી બાબુઓ વધારતા ન હતા. આ બાબતે ફરિયાદીએ મોરબી એન્ટી કરપશન બ્યુરોને ફરિયાદ કરી હતી. મોરબી એસીબીના પીઆઇ આર.વાય.રાવલ સહિતના સ્ટાફે ગાંધીધામ ખાતે ટાગોર રોડ પર આવેલી બીએસએનએલ ઓફિસમાં ટ્રેપ ગોઠવી રાખ્યું હતું. બપોરના 1 વાગ્યાના સુમારે બંને અધિકારીઓ રંગેહાથ લાંચ લેતા ઝડપાઇ જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

