મોરબી એબીવીપીના નગર કારોબારીના હોદેદારોની વરણી કરાઈ




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી જિલ્લા અભ્યાસ વર્ગ મોરબી ખાતે કરવામાં આવ્યો. જેમાં મોરબી નગર સમિતિની ઘોષણા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ડો. અશ્વિનભાઈ દુધરેજીયા, મોરબી જિલ્લા સંયોજક પાર્થભાઈ પ્રજાપતિ, પૂર્વ કાર્યકર્તા સુખદેવભાઈ દેલવાણીયા, મહાવીરસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા.
મોરબી જિલ્લા સંયોજક પાર્થભાઈ પ્રજાપતિ દ્વારા મોરબી નગર અધ્યક્ષ તરીકે સંજયભાઈ વિરડીયા, મોરબી નગરમંત્રી તરીકે મંદિપસિંહ ઝાલા, મોરબી નગર સહ મંત્રી તરીકે સંદિપસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ જાડેજા,કાર્યાલય મંત્રી તરીકે દિવ્યરાજસિંહ જાડેજા, કેમ્પસ પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા, સહ કેમ્પસ પ્રમુખ તરીકે શ્યામ મલી ઉપરાંત SFD પ્રમુખ તરીકે મયુર સોલંકી , સહ SFD પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલા અને SFS પ્રમુખ તરીકે અજય પિત્રોડાની નિમણુંક કરવામાં આવી છે.



