

આજે વિશ્વ વસ્તી દિવસ નિમિતે મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેમીનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનો સન્માન સમારોહ ત્રિમંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષસ્થાને જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા, ડીડીઓ એસ.એમ. ખટાણા, આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, અમુભાઈ હુંબલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જીલ્લા પંચાયત મોરબી આયોજિત આજે સેમીનાર ઉપરાંત એક કે બે દીકરીવાળા દંપતીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પાંચ દંપતીઓના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. તે ઉપરાંત બેસ્ટ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ટંકારાના ડો. પી.કે.સિંહ, બેસ્ટ મેડીકલ ઓફિસર જીલ્લા કક્ષાએ ડો. વી.એલ.કારોલીયા અને ડો. એમ.પી. બોરીચા, બેસ્ટ આયુષ મેડીકલ ઓફિસર તરીકે ડો. એચ.પી.સરવૈયા, બેસ્ટ આરબીએસકે મેડીકલ ઓફિસર ચાંદની કગથરા, બેસ્ટ વહીવટી અધિકારી નરશીભાઈ પ્રજાપતિ, બેસ્ટ તાલુકા હેલ્થ વિઝીટર આર.જી.દેવમુરારી, ઉપરાંત બેસ્ટ તાલુકા હેલ્થ સુપરવાઈઝર સહિતના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. હાર્દિક રંગપરીયા અને ગાંભવાભાઈએ કર્યું હતું.