



મોરબીના રવાપર રોડ પર આવેલી આરાધના સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં હલણના રસ્તા બાબતે માથાકૂટ ચાલતી હોય, આ સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર રીતે નળિયાની દીવાલ ઉભી કરીને દબાણ કરવામાં આવ્યા હોય જે મામલે બાજુની સોસાયટીના રહેવાસીઓએ આજે મામલતદારને જાણ કરતા મામલતદાર મગનભાઈ કૈલા સહિતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ હટાવવા માટે પહોંચ્યા હતા જોકે આરાધના સોસાયટીની મહિલાઓએ તંત્રને કાર્યવાહી કરતા રોકીને હંગામો ખડો કર્યો હતો તેમજ સાર્વજનિક પ્લોટમાં કોઈ દબાણ ના હોવાનું જણાવીને જેસીબી આડે મહિલાઓ ઉભી રહીને હુરિયો બોલાવ્યો હતો જેથી થોડીવાર માટે અશાંતિનું વાતાવરણ સર્જાયું હતું. મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ તેની રજૂઆતને ધ્યાનથી સાંભળી હતી. મહિલાઓ કોઈની વાત નહિ સાંભળતા બાદમાં ડેપ્યુટી કલેકટર કેતનભાઈ જોષી સ્થળ પર પહોંચ્યા હતા. અને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અને લત્તાવાસીઓએ બે દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની ખાતરી આપી હતી જેથી સોમવારે સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

