આમરણ અને ધૂળકોટ સહિતના ગામો બેટમાં ફેરવાયા

૧૦ દિવસ પૂર્વે ટંકારામાં ભારે વરસાદ બાદ મોરબી તાલુકાના આમરણ, ધૂળકોટ સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા છતાં તંત્રની અધુરી તૈયારીને પગલે છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદ બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ફરીથી આમરણ અને ધૂળકોટ સહિતના જીલ્લાના છેવાડાના ગામોમાં દયનીય હાલત જોવા મળી હતી.મોરબી જીલ્લાના છેવાડે આવેલા આમરણ, ધૂળકોટ તેમજ બેલા સહિતના ગામોમાં શનિવારથી પાણી પાણી થઈ ગયા છે અને ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને રવિવારે તો મેઘરાજાએ બપોર સુધી વિરામ લીધો હતો છતાં પાણીના નિકાલના અભાવે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat