

મોરબીમાં ગઈકાલ સવારથી જ અંધરાધાર વરસાદ વર્ષી રહ્યો હતો.ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં તથા આસપાસના ગામડાઓ પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે મોરબી નજીક આવેલ આમરણ ગામમાં જમીન ત્યાં પાણીની સ્થિતિ જોવા મળી હતી અને ગામમાં ઘરોમાં પાણી ધુસી ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ આમરણથી ધૂળકોટ રોડ ભારે વરસાદને લીધે તૂટી ગયો હતો તો રોડ તૂટતા આમરણથી ધૂળકોટ રોડ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી અને હાલમાં રોડ પરથી પાણી ઓછુ થઈ જતા સલામતી પૂર્વક અવરજવર ચાલુ થતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.