



મોરબી નજીક આવેલી કાલીન્દ્રી નદીમાં એક યુવાન ગત સાંજના સમયે ડૂબી ગયો હોય જેનો મૃતદેહ આજે બહાર કાઢવામાં ફાયરની ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કાલીન્દ્રી નદીમાં ગુરુવારે સાંજના છનાં અરસામાં એક યુવાન ડુબ્યાની જાણ થતા ફાયરની ટીમ દોડી હતી જોકે રાત્રીના સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ પેદા થયા હતા તો આજે સવારથી યુવાનની શોધખોળ માટે મોરબી અને રાજકોટની ફાયરની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું
અને આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે ૧૭ કલાક બાદ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો મૃતક યુવાન વિપુલ ધનજી આદ્રોજા અંદાજે ૩૦ વર્ષ રહે મૂળ લુંટાવદર હાલ મહેન્દ્રનગર મોરબીવાળો હોવાનું જાણવા મળ્યું છે તો યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે પડી ગયો તે સ્પષ્ટ થયું નથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે



