

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના બંધુનગર નજીક દવા પી જતા યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર મચ્છોયાનગરમાં રહેતા જગદીશભાઈ હીરાભાઈ બાનું (ઉ.વ.૨૭) વાળાએ બંધુનગર નજીક જંતુનાશક ઝેરી દવા પી જતા તેને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત નીપજ્યું છે મૃતક યુવાનની પત્ની સાથે તેના ભાઈ મનુને પ્રેમસંબંધ હોય જેને કારણે તેને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ તાલુકા પોલીસના એન જે નિમાવત ચલાવી રહ્યા છે
વાંકાનેરમાં કલરકામ કરતી વેળાએ પડી જતા મોત
વાંકાનેરના ઢુવા નજીક એ કે હોટલ પાછળ દુકાનની છત પર કલરકામ કરતી વેળાએ અશોકભાઈ છગનભાઈ કોળી (ઉ.વ.૪૫) રહે જુના ઢુવા તા. વાંકાનેરવાળા ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઈનના તારને અડી જતા સિમેન્ટના પતરા પર પડતા શરીરે ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



