



મોરબીના ઘુંટુગામે લેક્ષસ સીરામીકમાં કામ કરતા સેડ પરથી અકસ્માતે નીચે પડતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઘુંટુ ગામમાં રહેતા અને લેક્ષસ સીરામીકમા કામ કરતા 45 વર્ષીય નરેશભાઇ અમરશીભાઇ વીરપડીયા સેડ પરથી અકસ્માતે પનીચે પડતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

