મોરબી : નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જાગૃતિ લાવવા ત્રણ દિવસીય યોગ શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પતંજલિ મહિલા સમિતિ, આર્ટ ઓફ લીવીંગના સંયુકત ઉપક્રમે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ યોગ દિવસની જાગૃતિ લાવવા ગુજરાતના પેરીસ એવા મોરબી શહેરમાં ત્રણ દિવસીય નિશુલ્ક યોગ શિબિર અને નેચરોપેથી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

યોગ શિબિર તા. ૨૬ મેથી તા. ૨૮ મેં દરમિયાન દરરોજ સવારે ૦૬ : ૩૦ થી ૮ કલાક સુધી સોમનાથ સોસાયટી, સાર્વજનિક પ્લોટ, રવાપર રોડ મોરબી ખાતે યોજાશે જેમાં તા. ૨૬ ના રોજ યોગ + નેચરોપથી ડો. ચિંતન ત્રિવેદી, તા. ૨૭ ના રોજ આર્ટ ઓફ લીવીંગના હર્ષાબેન મોર, તા. ૨૮ ના રોજ રૂપલ શાહ અને ભારતીબેન રંગપરીયા યોગ અભ્યાસ કરાવશે

પતંજલિ મહિલા સમિતિના રાજ્ય પ્રભારી ભારતીબેન રંગપરીયા, જીલ્લા પ્રભારી મીનાબેન માકડિયા, નરશીભાઈ અંદરપા, રણછોડભાઈ પટેલના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરાયું છે જેમાં સહાયક ટીચર તરીકે પંડિત જીગ્નેશભાઈ, મણીયાર મિલન, ચારોલા મીનાબેન, દલસાણીયા મહેશ્વરી, માકાસણા ભાવિકા, ઉષાબેન વોરા સહિતના સેવા આપશે જે કેમ્પનો લાભ લેવા ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ રૂપલબેન શાહ MO 9979 383797 ની યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat