


મોરબી જીલ્લામાં માળિયા અને હળવદમાં ફરજ બજાવતા તલાટી મંત્રી થયેલી ફરિયાદોને અનુસંધાને ડીડીઓ અને ડે.ડીડીઓ દ્વારા આજે એક તલાટી મંત્રીને સસ્પેન્ડ જયારે અન્યને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરસરામાં તલાટી મંત્રી જે.એસ. નીનામાં સામે નાણાપંચની રકમ ઉચાપત અંગે ફરિયાદ થઇ હતી અને નાણા ઉચાપત મામલે તેની સામે થયેલી તપાસ બાદ તેણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે વાંકાનેર તાલુકાના ચંદ્રપુરમાં તલાટી તરીકે ફરજ બજાવતા અને હાલ લીવ રીઝર્વમાં હળવદમાં તલાટી વી.એચ વાઘેલા સામે એસીબીમાં ફરિયાદ બાદ એસીબીની ટ્રેપમાં તલાટી આબાદ ઝડપાયો હતો જે મામલે તેણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા અને ડેપ્યુટી ડીડીઓ રામદેવસિહ ગોહિલ દ્વારા બંને તલાટી મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે તો બે તલાટી સામે થયેલી કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ચકચાર મચી છે.

