


પિતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મોરબીના શનાળા બાયપાસ નજીકના રહેવાસી અને ભંગારની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં પિતાએ પોલીસમાં જણાવ્યા અનુસાર તેની સાત વર્ષની દીકરી ઘર નજીક રમતી હોય ત્યારે કોઈ અજાણ્યો ઇસમ તેને લઇ ગયો હોય અને અપહરણ કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે અપહરણનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે