Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : મંગળવારે શનાળા બાયપાસે માલધારી સમાજનું રસ્તા રોકો આંદોલન

મોરબી જિલ્લા ગોરસ સમિતિ તથા માલધારી વિકાસ સંગઠન દ્રારા તેમજ સમસ્ત માલધારી સમાજ દ્રારા તા. ૧૪ ને મંગળવારે સવારે ૧૧ કલાકે ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ મોરબી ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે

મોરબી જિલ્લા ગોરસ સમિતિ તથા માલધારી વિકાસ સંગઠન દ્રારા તેમજ સમસ્ત માલધારી સમાજ દ્રારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામનાં ગૌરક્ષક રાજુભાઇ રબારીની તાજેતર મા કસાઇઓ દ્રારા કરાયેલ હત્યાના વિરૂદ્ધ મા તેમજ રાજપુરથી નંદાસણ સુધી સમસ્ત માલધારી સમાજ આયોજિત રેલી શાંતિપૂર્વક ચાલતી હોય ત્યારે સરકારના કોઇ મંત્રી ના ઇશારે માલધારી સમાજ પર પોલીસે લાઠીચાર્જ કરેલ, બળપ્રયોગ કરી ટીયરગેસ છોડેલ અને અસંખ્ય માલધારી સમાજના લોકોની ધરપકડ કરેલ

તેના વિરૂદ્ધમા રસ્તા રોકો આંદોલનમા મોરબી જિલ્લા ગોરસ સમિતિ તેમજ સમસ્ત માલધારી સમાજના યુવાનો, વડિલો સૌ કોઈને જોડાવવા માલધારી સમાજ અગ્રણી મનસુખભાઈ રબારી અને રમેશભાઈ રબારીએ આહ્વાન કર્યું છે અને ખોટા કેસ પરત ખેંચવાની માંગ સાથે વિરોધ કરવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat