



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના નવી ટીંબડી ગામે આવેલ ગણેશનગરમાં ખુંટ ઝધડતા હોય દરમિયાન પથ્થરનો ધા કરતા પથ્થર પાડોસીના ઘરમાં જતા બોલાચાલી થઇ હતી અને બાદમાં મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના નવી ટીંબડી ગામે આવેલ ગણેશનગરમાં રહેતા કિશોરભાઈ વાલજીભાઈ ભંખોડીયાએ ઝધડતા ખૂટને છોડાવવા પાણો મારતા તે પાણો ફરિયાદી બાલુબેન રાજાભાઈ મકવાણાના ઘરમાં પડતા ફરિયાદી બલુબેને જોઇને ઘા કરતા હોય ઘરમાં નાના છોકરા રમતા હોય લાગી જાય તેમ કહેતા આરોપી કિશોરભાઈ વાલજીભાઈ ભંખોડીયા, લક્ષ્મીબેન કિશોરભાઈ ભંખોડીયા, ભાવનાબેન કિશોરભાઈ ભંખોડીયા, અનીલ કિશોરભાઈ ભંખોડીયા, લક્ષ્મણભાઈ કિશોરભાઈ ભંખોડીયા, રામજીભાઈ વાલજીભાઈ ભંખોડીયા અને તુલસીભાઈ રામજીભાઈ ભંખોડીયાએ ઉશ્કેરાઈ જઈને વારાફરતી આવીને ફરિયાદી બાલુબેન તથા સાહેદોને લાકડી વતી તથા ઢીકાપાટુંનો માર મારી ઈજા કરી ગાળો આપીને જાનથી મારી નાખવી ધમકી આપ્યાની ફરિયાદ બાલુબેનએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.



