મોરબી: શનાળા રોડ પર વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં શનાળા રોડ પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમની મોરબી સીટી એ ડીવી. પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા રોડ સમયના ગેઈટ પાસે પાસે મોરબી સીટી એ ડીવી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી ભાવેશ મનસુખભાઈ ડાભી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની તલાશી લેતા આરોપી ભાવેશ પાસેથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ સુપ્રીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની કાચની કંપની શીલબંધ બોટલો નંગ.૨ કુલ કિ.રૂ.૭૫૦નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહી કલમ ૬૫-A-A,૧૧૬-B,મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat