મોરબી : બસમાંથી મુસાફર પડી જતા ઈજા પહોંચી, નોંધાવી પોલીસ ફરિયાદ

છ માસ પૂર્વે ઘટેલી ઘટનાની હવે છેક ફરિયાદ નોંધાઈ

મોરબીના જુના બસ ડેપોમાં એક મુસાફર બસમાં પડી જતા તેણે ઈજાઓ પહોંચી હતી અને આ મામલે મુસાફરે પોલીસ મથકમાં ડ્રાઈવર અને કંડકટર સામે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના બીલીયા ગામના રહેવાસી રવજીભાઈ પરમાર (ઊવ ૫૩) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭-૦૧-૧૮ ના રોજ તે સવારના સમયે જુના બસ સ્ટેન્ડમાં બસમાંથી ઉતરતી વખતે ઓચિંતા બસ ચાલુ કરી આંચકો મારતા ફરિયાદી રવજીભાઈ પરમાર પડી જતા તેણે મણકામાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી અને આજદિન સુધી સમાધાનની વાતચીત ચાલતી હતી

જે સારવારનો ખર્ચ નહિ આપતા અને સમાધાન નહિ થતા મોડી ફરિયાદ કરી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે એસટી કર્મચારી છત્રસિંહ મૂળરાજસિંહ પરમાર અને જયેન્દ્રસિંહ જુવાનસિંહ રાઠોડ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat