મોરબી:  ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે છરી સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે છરી સાથે એક ઈસમ ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી  વિવિષ્ણુભાઇ વેરશીભાઇ પાડલીયા  મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી. જ્યાં આરોપી પોતાના કબ્‍જામાં એક કથ્થાઇ કલરના મ્યાનવાળી લોખંડની છરી હથીયાર તરીકે રાખી મળી આવ્યો હતો.

જેથી પોલીસે તેની અટકાયત કરી જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat