મોરબી: બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબીમાં સરાણીયાવાસ પાસે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ શકિત ચેમ્બર-૧ ની સામે સરાણીયાવાસ પાસે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી ગૌરાંગપરી ઉર્ફ ગૌરવ ભુપતપરી ગોસ્વામી રૂ. ર૫,૦૦૦ની કિંમતના હીરો સીડી ડીલકસ મો.સા રજી નંબર- જીજે.૩૬.એડી.૪૩૮૦ વાળામાં પસાર થતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો મેક ડોવેલ્સ નંબર-૧ કલેકશન ઓરીજનલ વ્હીસકી ૭૫૦ એમ.એલ. ફોર સેલ ઇન યુ.ટી. ચંદિગઢ ઓન્લી ની બોટલ નં-૪ એક ની કીમંત-૩૫૦/- લેખે ની કુલ કિ. રૂ-૧૪૦૦./- મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરીને પ્રોહી એકટ કલમ-૬૫-એ.એ,૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat