મોરબી એ ડીવીઝન પોલીસની ટ્રાફિક ઝુંબેશ, જાણો કેટલા વાહનો કર્યા ડીટેઈન ?

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પર આજે એ ડીવીઝન પોલીસે તબાહી ઉતારી હતી. એ ડીવીઝન પી.આઈ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આજે ટ્રાફિક બ્રિગેડ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિકને અડચણરૂપ બને તેવા તેમજ નિયમોનો ભંગ કરનારા ૨૬ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો પુરપાટ વેગે વાહન ચલાવનારા ૪ વાહનચાલકો સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તે ઉપરાંત કલમ ૨૦૭ મુજબ આજે ૧૬ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા જયારે એક વાહનચાલક કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવતા ઝડપાઈ જતા તેની સામે ૧૮૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat