મોરબી એ ડીવીઝન પોલીસની ફ્લેગ માર્ચ, જાણો શા માટે ?

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ દ્વારા પરંપરાગત રીતે મચ્છુ માતાજીની શોભાયાત્રા યોજાય છે જેમાં આવતીકાલે રવિવારે અષાઢી બીજ નિમિતે યોજાનાર શોભાયાત્રાના રૂટ પર આજે મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. એ ડીવીઝન પીઆઈ વી.વી.ઓડેદરાની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ યોજીને રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા વર્ષોથી ધામધુમથી યોજવામાં આવે છે જે રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે જેથી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી આજે એ ડીવીઝન પીઆઈએ ફ્લેગ માર્ચ યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ શોભાયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat