પી.આઈ બી.પી.સોનારાએ મોરબી એ ડીવીઝનમાં ચાર્જ સંભાળ્યો

મોરબીમાં આવરા તત્વોને કાયદાનું ભાન કરાવનાર અને મોરબીની કથળેલી કાનુન વ્યવસ્થાને પુર્વરત કરનાર પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાની મોરબી ખાતે બદલી થયા બાદ એ ડિવિઝનમાં પીઆઇ તરીકે નિમણુંક અપાતા આજે તેઓએ પીઆઇ તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો છે.આ પૂર્વે મોરબીમાં પાટીદાર અનામત આંદોલન સમયે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં લેવા મહત્વપૂર્ણ કામગીરી કરી કડક અધિકારી તરીકેની આગવી ઓળખ ઉભી કરી હતી બાદમાં હળવદ જૂથ અથડામણ સમયે જ તેમની મોરબી જિલ્લા માં બદલી થતા તેમને હળવદ મુકવામાં આવે તેવી શકયતા જોવાતી હતી.પરંતુ એ ડિવિઝન પીઆઇ વી.વી.ઓડેદરાની બદલી થતા પીઆઇ સોનારાને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat