Billboard ad 1150*250

મોરબી એ ડીવીઝન પોલીસના ધમકી આપવાના ગુન્હાનો આરોપી ઝડપાયો

0 471

મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોવડ/એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાને બાતમી મળેલ કે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ધમકી આપવાના ગુન્હાનો આરોપી યોગેશ ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી રહે-સુરેન્દ્રનગર વાળો છેલ્લા ૨ વર્ષથી નાસ્તો ફરતો હોય જેને ચોટીલા નગીન ગેસ્ટ હાઉસ ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરી આરોપી યોગેશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

તો આરોપી યોગેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ૨ ગુન્હા નોધાયેલ છે તો સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસમાં પ્રોહીબીશન અને લખતર પોલીસ મથકમાં ધમકી સહિતના ગુન્હાઓ નોંધાયેલ છે

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કોવડની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવાણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રીજેશભાઈ કાસુન્દ્રા,ભરતભાઈ મિયાત્રા, હરેશભાઈ સરવૈયા સહિતની ટીમે કરેલ છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat