Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ગાંજા પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે રાજકોટની મહિલાની ધરપકડ કરી

મોરબી એસઓજી ટીમે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપી લઈને સાડા નવ કિલો ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા. 21 સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા સોપવામાં આવ્યા હતા જેમાં પેહલા એક પુરષ ની તેમજ આજે રાજકોટની મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પરના રામચોક ખાતેથી રીક્ષા નં જીજે ૦૩ એયુ ૬૮૦ પસાર થતા તેણે આંતરી ચેક કરતા રીક્ષામાંથી ૯ કિલો ૫૬૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા આરોપી હાજી ગનીભાઈ ભટ્ટી અને હિતેશ પીતાંબર મારવાડી એમ બે ઇસમોને દબોચી લીધા હતા તેમજ ગાંજાનો જથ્થોની કિંમત ૫૭૪૦૭, બે મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦ હજાર, રીક્ષા કિંમત રૂપિયા ૨૫૦૦૦ અને રોકડ રૂપિયા ૨૬૦ આમ કુલ મળી ૮૩,૬૬૮ નો મુદમાલ જપ્ત કર્યો છે અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો જેની વધુ તપાસ એ-ડીવીઝન ના પી.આઈ. આર.જે.ચૌધરી , મહેન્દ્રસિંહ ઝાલા અને ફતેસિંહ ચલાવી રહ્યા છે ઝડપાયેલા બંને આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને આરોપીને તા. 21 ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા

તો આ પ્રકરણમાં પોલીસે એક આરોપી મહમદ બચુ ગાલમ નામના શખ્શને ગાંધી ચોક પાસેથી ઝડપ્યો હતો તો રિમાન્ડ પુરા થતા અને આ જથ્થો રાજકોટ થી એક મહિલા આપી હોવાની કેફિયત આરોપી આપી હતી જેથી પોલીસે રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રેહ્તી રસીદાબેન ઉર્ફે રોશનબેન અમીનભાઈ સંધી જે મોરબી લીલાપર રોડ પર તેના ભાઈ ઘરે આવની માહિતી મળતા તેની અટક કરી અને તેને રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરશે આ જથ્થો તેની પાસેથી ક્યાંથી આવ્યોં અને કેટલા સમયથી આ જથ્થો વેચાણ કરતી અને કોને કોને વેચાણ કરતી તેની વધુ તપાસ પોલીસ ચાલવી રહી છે

Comments
Loading...
WhatsApp chat