


મોરબીના ગાંધીચોક નજીકથી થયેલી બાઈક ચોરી મામલે એ ડીવીઝન પોલીસે એક આરોપીને ઝડપી લઈને બે ચોરીના બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે
મોરબીના ગાંધીચોક મેલડી માતાજી મંદિર નજીકથી પેશન મોટરસાયકલ નં જીજે ૦૩ દીક્યું ૦૭૪૮ ચોરી થયાની ફરિયાદને પગલે એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ વી પટેલની ટીમેં તપાસ ચલાવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી વિજય ઉર્ફે વસુલી મોહનભાઈ રાઠોડ રહે મેઘપર તા. માળિયાવાળાને ઝડપી લેતા તેને બાઈક ચોરીની કબુલાત આપી હતી તેમજ એક વર્ષ પૂર્વે અન્ય એક બાઈક ચોરી કાર્યની કબુલાત આપતા બંને બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે