મોરબી : ગ્રામ્ય પંથકમાં છરીની અણીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ

એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું

મોરબી તાલુકાના ગામની એક પરિણીતા ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈને એક શાહ્ષ્ક તેના ઘરમાં ઘુસી ગયો હતો અને પરિણીતાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ તાલુકા મથકે નોંધાઈ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીથી ૩૦ કિમીના અંતરે આવેલા ગામમાં રહેતી પરિણીતાએ દુષ્કર્મ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ભોગ બનનાર પરિણીતાએ જણાવ્યું છે કે ગઈકાલે બપોરના સુમારે તે ઘરે એકલી હોય અને ઘરમાં સુતી હોય દરમિયાન એકલતાનો લાભ લઈને આરોપી લાલજી ધનજી આંબલીયા કોળી (ઉવ ૨૫) વાળો તેના ઘરમાં ઘુસી ગયો હતો

બાદમાં આરોપીએ બળજબરીપૂર્વક પરિણીતાનું બાવણું પકડીને મકાનની ઓરડીમાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણીને પરિણીતા સાથે દુષ્કર્મ આચાર્યું હતું મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat