


મોરબીના લાલબાગ નજીક આજે એક પાંચથી છ વર્ષનું બાળક મળી આવતા એક રીક્ષાચાલકે બી ડીવીઝન પોલીસને બાળક સોપ્યું હતું અને બી ડીવીઝન પોલીસે તેના પરિવારની શોધખોળ આદરીને બાદમાં પરિવાર સાથે બાળકનું મિલન કરાવ્યું હતું.
લાલબાગ નજીકથી મળી આવેલ બાળક બી ડીવીઝનને સોપવામાં આવ્યા બાદ બી ડીવીઝન પોલીસના ભાનુભાઈ આહીર બાળક સાથે આસપાસના બજારમાં તેના પરિવારની શોધખોળ ચલાવી હતી અને તપાસ બાદ આખરે બાળકના પરિવાર વિષે માહિતી મળી હતી ખોવાઈ ગયેલું બાળક નવાજ જુસબભાઈ (ઊવ ૦૫) હોવાનું જાણવા મળ્યું હતું જે નવલખીનો રહેવાસી હોય અને વીસીપરામાં આવ્યા હોય ત્યારે પિતાથી છૂટો પડી ગયા બાદ ભૂલો પડી ગયો હતો જે બાળકને તેના પિતાને સોપી બી ડીવીઝન પોલીસે પરિવાર સાથે બાળકનું પુનઃ મિલન કરાવ્યું હતું

